Wednesday, September 4, 2024

વ્હાલી દીકરી યોજના

 મિત્રો નમસ્કાર!  ગુજરાત સરકાર અને ભારત સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે.

          દીકરીઓનું જન્મનું પ્રમાણ વધારવા અને શિક્ષણનું પ્રમાણ વધારવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે.

              આજે આપણે વ્હાલી દીકરી યોજના વિશે જાણીશું.

         *. જરૂરી મુદ્દાઓ

         ૧.     આ યોજના કયા વિભાગની છે.   

          ૨.    યોજના કયારે શરૂ થઈ.

           ૩.   યોજના કેટલા હપ્તા માં મળે છે.

           ૪.    અરજી કેવી રીતે કરવી ?

           ૫.    અરજી ક્યાં કરવી ?

           ૬.   ક્યાં- ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ 


    ૧.     આ યોજના કયા વિભાગની છે.   

            આ યોજના  સરકારના મહિલા અને                        બાળવિકાસ વિભાગની યોજના  છે.

     ૨.   યોજના કયારે શરૂ થઈ.

           વ્હાલી દીકરી યોજના તારીખ ૦૨/૦૮/૨૦૧૯              કે  ત્યારબાદ જન્મેલી  દીકરીઓને  આ                    યોજનાનો લાભ આપવામાં આવે છે.

       ૩.  યોજના કેટલા હપ્તા માં મળે છે.

            વ્હાલી દીકરી યોજનાનો લાભ  ૩ હપ્તા માં                 આપવામાં આવે છે.

        ૪.    અરજી કેવી રીતે કરવી ?

               વ્હાલી દીકરી યોજનાનો અરજી                             ઓનલાઈન કરવાની રહેશે.

        ૫.    અરજી ક્યાં કરવી ?

              વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે                        અરજી નીચે મુજબ કરી શકાશે

               --   ગ્રામ્ય કક્ષાએ વી. સી. ઈ પાસેથી 

               --   તાલુકા કક્ષાએ/ નગર કક્ષાએ                                મામલતદાર કચેરી ખાતે 

              --    જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ                           અધિકારી શ્રીની કચેરી ખાતે થી                            કરવાની  રહેશે.

      ૬.   ક્યાં- ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ 

           વ્હાલી દીકરી યોજના માટે નીચેના                            ડોક્યુમેન્ટ્સ જરૂરી છે.

            1.  દીકરીનું જન્મનું પ્રમાણપત્ર 

             2. દીકરીનું આધારકાર્ડ 

             3. માતાનું આધારકાર્ડ

             4. પિતાનું આધારકાર્ડ

             5. માતાનું જન્મ પ્રમાણપત્ર 

             6. પિતાનું જન્મ પ્રમાણપત્ર 

             7.  આવકનો દાખલો

             8. દંપતીના પોતાના જન્મેલા હયાત બધાજ                   બાળકોના જન્મના દાખલા

             9.  સ્વઘોષનાનો નમુનો 

             10.  રેશનકાર્ડની નકલ 

             11.  લાભાર્થી દીકરી અથવા માતા - પિતા.                      ની પાસબુક

 

No comments:

Post a Comment

વ્હાલી દીકરી યોજના

 મિત્રો નમસ્કાર!  ગુજરાત સરકાર અને ભારત સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે.           દીકરીઓનું જન્મનું પ્રમાણ વધારવા અને શિક્ષણનું પ્રમાણ વધારવ...